Monday, May 23, 2011

માનજો કે તમે લકી છો..

હમણાં એક શિક્ષકને મળવાનું થયું. તેમને વસ્તીગણતરીનું કામ સોંપાયું છે. તેમણે કહેલો એક અનુભવ સંબંધોની સંવેદનાથી ભરપૂર હતો. તેમણે કહ્યુંહું એક ઘરે ગયો. ચાલીસ વર્ષના એક માણસે દરવાજો ઉઘાડ્યો. થોડીવાર એ મારી સામે જોતો રહ્યો. મેં ઓળખાણ આપીને કહ્યું કે વસ્તીગણતરી માટે આવ્યો છું. તેણે મને આવકાર આપ્યો અને ઘરમાં બોલાવી સોફા ઉપર બેસાડ્યો. મેં પૂછ્યાં એ બધા જ સવાલોના તેણે સરસ રીતે જવાબ આપ્યા. મારું કામ પતાવીને ઊભો થવા જતો હતો ત્યાં એ માણસે મને કહ્યું કેથોડીવાર બેસોને! એ મારા માટે જયુસનો ગ્લાસ ભરી લાવ્યો.

મને કહ્યું કેકેટલા બધા દિવસો પછી મારા ઘરે કોઈ આવ્યું! કોઈના પગરવ વગર ઘણીવખત આપણે ઘરમાં જ ક્યાંક ભૂલા પડી ગયા હોય એવું લાગે! તેણે વાત આગળ વધારી. હું અહીં સાવ એકલો રહું છું. મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરું છું. અમારી કંપનીનાં લોકો વચ્ચે ઘરે આવવા- જવાના સંબંધો બહુ ઓછા છે. જરાક હસીને તેણે કહ્યું કેઅમારી કંપનીમાં પાર્ટીઓ થાય છે પણ હોટલમાં. ત્યારે ઘરે કોણ આવેન્યુઝપેપર વેન્ડર અને મિલ્કમેન સવારે ફ્લેટની બહાર છાપાં અને દૂધ મૂકી જાય છે. ઓફિસે જઉં પછી એક માણસ ઘરે આવીને ઘર સાફ કરી જાય છે. ઘરમાં હોઉં છું ત્યારે સાવ એકલો જ હોઉં છું. મને યાદ નથી કે છેલ્લે ઘરે મારી હાજરીમાં કોણ આવ્યું હતું!
બાકી મારે પ્રેમાળ પત્ની છેસરસ મજાના બે સંતાનો છે. મા-બાપ છે. ભાઈ-બહેન છે. પણ એ બધા બંગાળમાં રહે છે. કેટલીક મજબૂરીના કારણે હું મારા ફેમિલીને અહીં નથી લાવી શક્યો. ટિપોય પર પડેલી તસવીર તરફ આંગળી ચિંધીને કહ્યું કેમારી પત્ની અને બંને બાળકોનો ફોટો છે. એ માણસના મોઢામાંથી નીકળતાં દરેક શબ્દોમાં અજાણ્યો ભાર હતો. તેણે કહ્યું કે ચાર-પાંચ મહિને એ લોકોને મળવા જઉં છું. એ લોકોની સાથે હોઉં ત્યારે પણ સતત થયા રાખે કે હમણાં પાછો એકલો થઈ જઈશ. મને વિચાર આવ્યો કેબગીચામાં કોઈ ન આવે તો ફૂલોને વેદના થતી હશેકોઈ વ્યક્તિ વગરનું ઘર માણસને કામચલાઉ જેલ’ જેવું લાગતું હશેઘરનો ખાલીપો માણસના દિલમાં અનુભવાતો હોય છે.
બારણાં પાસે આવ્યો ત્યારે મેં એ માણસ સામે જોઈને કહ્યુંહું ભગવાનને પ્રાર્થના કરીશ કે કંઈક એવું થાય જેથી તમે તમારા પરિવાર સાથે રહી શકો. એ માણસની આંખો થોડીક ભીની થઈ હોય એવું લાગ્યું. સન્નાટો કેટલો અસહ્ય હોય છે તેનો અહેસાસ મને પહેલીવાર થયો. શિક્ષકે પછી વાત આગળ વધારી. એદિવસે કામ પતાવીને હું ઘરે ગયો. ફળિયામાં રમતાં મારા બંને બાળકો મને જોઈને મારી પાસે આવીને મને વળગીને વાતો કરવા લાગ્યા. મારી પત્ની મારા માટે પાણીનો ગ્લાસ ભરીને લાવી.
પાણીનો ઘૂંટડો ગળે ઉતાર્યો ત્યારે મને થયું કેહું ખરેખર ખૂબ લકી છું. મારાં લોકો મારી સાથે અને મારી પાસે છે. મેં ભગવાનનો આભાર માન્યો અને પેલા અજાણ્યા માણસ માટે ભગવાનને પ્રાર્થના કરી. એ દિવસથી મારા ઘરમાં મને એક ગજબના સુખનો અનુભવ થાય છે. પેલાં માણસ પાસે આમ જોઈએ તોબધું જ હતુંછતાં એની પાસે કંઈ જ ન હતું.
કોઈ ન હોય ત્યારે સંબંધોની ઝંખના તીવ્ર બની જતી હોય છે. બધાં હોય ત્યારે માણસને એની કદર હોતી નથી. ઘરના લોકોથી જેને નફરત હોય એવા લોકોએ પોતાના ઘરથી દૂર અને એકલા રહેતાં લોકો સાથેથોડાક કલાક રહેવું જોઈએ. 

એક યુવાનની પ્રેમિકા પડોશમાં જ રહેતી હતી. બંને એક સાથે જ મોટા થયાં. રોજ તોફાનમસ્તી અને ઝઘડા. યુવાને કહ્યું કે હું રોજ એની મસ્તી કરીને એને હેરાન કરતો. એ રડવા માંડે ત્યાં સુધી તેને પરેશાન કરતો. મને બીજા શહેરમાં નોકરી મળી. એક મહિના પછી હું મારા ઘરે પાછો ગયો. મારી પ્રેમિકા મને મળી ત્યારે પહેલાં તો એ કંઈ જ બોલ્યા વગર મારી સામે હસી. મને યાદ આવ્યું કે હું આને રોજ કેવી રડાવતો હતોમારી પ્રેમિકાની નજીક જઈ તેના બંને હાથ મારા હાથમાં લીધા. ખબર નહીં મને શું થયું પણ એના બંને હાથ વચ્ચે મોઢું રાખીને હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. મારી પ્રેમિકાને કહ્યુંમેં તને ખૂબ રડાવી છે નેકદાચ ઈશ્વર તેની જ મને સજા કરે છે! પ્રેમિકાએ કહ્યું કેતારા વગરેય હું રોજ રડી છું! વિરહમાં જ પ્રેમનો સાચો અર્થ સમજાતો હોય છે.
તમારા ઘરે કોઈ તમારી રાહ જોતું હોય તો માનજો કે તમે લકી છોમિત્રોને તમારા વગર પાર્ટી અધૂરી લાગતી હોય તો માનજો કે તમે લકી છોકંઈક અંગત વાત કરવી હોય અને તમારી પાસે વાત કરી શકાય એવી વ્યક્તિ હોય તો માનજો કે તમે લકી છોરડવાનું મન થાય ત્યારે કોઈ ખભો હોય તો માનજો કે તમે લકી છો. ફિલ્મમાં કે નાટકમાં જતી વખતે એક જ નહીં પણ બે ટિકિટ લેવાની હોય તો માનજો કેતમે લકી છોકોઈ તમારા આલિંગનને તરસતું હોય તો માનજો કે તમે લકી છો. જરાક શાંતિથી તમારી આજુબાજુમાં નજર કરો અને વિચાર કરો કેહું કેટલો લકી છું! 
સંબંધો અને નસીબને કેટલો સંબંધ છે?
નસીબદારની વ્યાખ્યામાં આપણે સંબંધોને કેટલા કાઉન્ટ કરીએ છીએસારા સંબંધોને સારા નસીબ કહેવા કે કેમ એ માણસ સંબંધોને કઈ નજરથી જુએ છે તેના પર આધાર રાખે છે. બધું જ હોય અને કોઈ ન હોય એ વ્યક્તિની વેદના બહુ જુદી હોય છે!

(Source: Unknown)

Tuesday, January 25, 2011

Gujarati Websites and Blogs

GUJARATI WEBSITES AND BLOGS
Amazing collection, indeed.  Enjoy.
  1. ગુજરાતી શબ્દકોશ - શ્રી. રતિલાલ ચંદરયાનો ગુજરાતી શબ્દકોશ.
  2. સ્વર્ગારોહણ - ગુજરાતીમાં આધ્યાત્મિક સાહિત્યનો સૌથી મોટો સ્ત્રોત. (રામચરિતમાનસ, મહાભારત, ગીતા અને બીજા ઘણા પુસ્તકો ગુજરાતીમાં ડાઉનલોડ કરી શકાશે.)
  3. લયસ્તરો - એટલાન્ટા,અમેરીકાથી ધવલભાઈ શાહનો કવિતાનો બ્લોગ. સંચાલકો : ધવલભાઈ શાહ, ડો.વિવેકભાઈ ટેલર, સુરેશભાઈ જાની
  4. શબ્દો છે શ્વાસ મારાં - સુરતથી ડો.વિવેક મનહર ટેલર, સુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર ગુજરાતી બ્લોગ. દર અઠવાડિયે બે વખત સ્વરચિત રચનાઓ પીરસવાનું વચન
  5. સહિયારું સર્જન - નવોદિત સર્જકોને ગઝલ, કાવ્ય, મુકતક, શેર કે હાઇકુ/મુક્તપંચિકા જેવું કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપી, એમને લખવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો બ્લોગ. સંચાલકો: ઊર્મિસાગર, નીલમ દોશી, સુરેશ જાની
  6. ઊર્મિનો સાગર - અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો અને મનગમતી કવિતાઓનો બ્લોગ.
  7. પરમ સમીપે - કલકત્તાથી નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ તથા પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.
  8. કાવ્ય સૂર - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઈ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો બ્લોગ.
  9. ગુજરાતી સારસ્વત પરિચય - ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, જુગલકિશોર વ્યાસ, અમિત પિસાવાડિયા, ઊર્મિસાગર, જય ભટ્ટ . જયશ્રી ભક્ત.
  10. ગુજરાતી પ્રતિભા પરિચય - ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, જુગલકિશોર વ્યાસ, અમિત પિસાવાડિયા, ઊર્મિસાગર, જય ભટ્ટ, જયશ્રી ભક્ત.
  11. અંતરની વાણી - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઇ જાનીનો આધ્યાત્મિક વાતો અને રચનાઓનો બ્લોગ.
  12. મધુસંચય - અમદાવાદથી હરીશભાઈ દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.
  13. મારો ગુજરાતી બ્લોગ - અમદાવાદથી હરીશભાઈ દવેનવ-સુદર્શકના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ.
  14. ગુજરાત અને ગુજરાતી - અમદાવાદથી હરીશભાઈ દવેનવ-સુદર્શકની સ્વરચિત કવિતાનો બ્લોગ.
  15. અનુપમા - અમદાવાદના હરીશ દવેનવ-સુદર્શકનો સ્વરચિત અછાંદસ કવિતાઓ, ‘મુક્તપંચિકા તથા અન્ય પદ્યકૃતિઓ સાથે અવનવી વાતો અને વિચારવિનિમયનો બ્લોગ.
  16. અનામિકા - અમદાવાદથી હરીશ દવેનવ-સુદર્શકનો પત્રલેખન સ્વરૂપે અભિવ્યક્તિનો સર્વપ્રથમ ગુજરાતી બ્લોગ.
  17. અનુભવિકા - અમદાવાદથી હરીશ દવેનવ-સુદર્શકનો અંગત અનુભૂતિઓનો અતીતના સ્મરણોની યાત્રા કરાવતો ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો પ્રથમ બ્લોગ.
  18. ફોર એસ વી-સંમેલન - અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી બ્લોગોનો ગુલદસ્તો.
  19. ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો - અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી કવિતાનો બ્લોગ.
  20. રીડગુજરાતી - વડોદરાના મૃગેશ શાહની પ્રથમ ઓનલાઇન ગુજરાતી મેગેઝીન વેબસાઇટ.
  21. અમીઝરણું - ઉપલેટાના અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ.
  22. બંસીનાદ - ફિલાડેલ્ફીઆ, અમેરીકાથી જય ભટ્ટનો પોતાની અને પોતાને ગમતી વાતોનો બ્લોગ.
  23. આદિલ મન્સુરી - કવિ શ્રી આદિલ મન્સુરીની ગઝલોની વેબસાઇટ.
  24. ગઝલ ગુર્જરી - આદિલ મન્સુરીની પીડીએફ ફોર્મેટમાં ગઝલોની વેબસાઇટ.
  25. સ્નેહ સરવાણી - અમદાવાદથી નેહા ત્રિપાઠીનો કવિતાનો બ્લોગ.
  26. સિદ્ધાર્થનું મન - ડૉ.સિદ્ધાર્થ શાહનો ગુજરાતી કવિતાનો બ્લોગ.
  27. વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો - વિશાલ મોણપરાની સ્વરચિત ગઝલો.
  28. ગુર્જરદેશ.કોમ - ગુજરાતી સાહિત્ય અને લેખોને સમાવતી વેબસાઇટ. સંચાલક: વિશાલ મોણપોરા
  29. પ્રત્યાયન - લંડનથી પંચમ શુક્લનો સ્વરચિત ગુજરાતી કાવ્યોનો બ્લોગ.
  30. કડવો કાઠિયાવાડી - અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત.
  31. મને મારી ભાષા ગમે છે - અશોકભાઈનો ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ.
  32. શબ્દપ્રીત - શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક - ઈલાક્ષી પટેલ.
  33. ગુજરાતી પુસ્તકાલય - બકરોલના જયંતિભાઇ પટેલનું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
  34. અનુસંધાન - હિમાંશુભાઈ કીકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.
  35. ઓટલો- પંકજ બેગાણીની ગુજરાતી બ્લોગરોની બેઠક.
  36. હાથતાળી - પંકજ બેંગાણીનો અંગત બ્લોગ.
  37. મારા વિચારો, મારી ભાષામાં - મુંબઈથી કાર્તિક