Saturday, October 9, 2010

ભગવાનનો ભાગ

નાનપણમાં બોરાં વીણવા જતા.
કાતરા પણ વીણતા.
કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા, ટેટા પાડતા.

બધા ભાઇબંધોપોતાનાં ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા-
-આ ભાગ ટીંકુનો.
-આ ભાગ દીપુનો.
-આ ભાગ ભનિયાનો, કનિયાનો…

છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા-
‘આ ભાગ ભગવાનનો'!
 
સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા.
 
ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઇ જાય-એમ અમે કહેતા.
પછી મોટા થયા.
*
*
*
*
*
બે હાથે ઘણું ય ભેગું કર્યું ;
ભાગ પાડ્યા-ઘરના, ઘરવખરીના, ગાય, ભેંસ, બકરીના.

અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ?
રબીશ ! ભગવાનનો ભાગ ?

ભગવાન તે વળી કઇ ચીજ છે ?
સુખ, ઉમંગ, સપનાં, સગાઇ, પ્રેમ-
હાથમાં ઘણું ઘણું આવ્યું…
અચાનક ગઇ કાલે ભગવાન આવ્યા;
કહે : લાવ, મારો ભાગ…
મેં પાનખરની ડાળી જેવા
મારા બે હાથ જોયા- ઉજ્જ્ડ.
એકાદ સુકું તરણું યે નહીં.
શેના ભાગ પાડું ભગવાન સાથે ?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.
વાહ !- કહી ભગવાન મને અડ્યા, ખભે હાથ મૂક્યો,
મારી ઉજ્જ્ડતાને પંપાળી, મારા ખાલીપાને ભરી દીધો
અજાણ્યા મંત્રથી.
 
તેણે પૂછ્યું : ‘કેટલા વરસનો થયો તું’
‘પચાસનો’ હું બોલ્યો

’અચ્છા…’ ભગવાન બોલ્યા : ‘૧૦૦ માંથી
અડધાં તો તેં ખરચી નાખ્યાં…
હવે લાવ મારો ભાગ !’

ને મેં બાકીનાં પચાસ વરસ
ટપ્પ દઇને મૂકી દીધાં ભગવાનના હાથમાં!!
 
ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.
હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
જોઉં છું રાહ-
કે ક્યારે રાત પડે
ને ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો…(***?)
*
*
*
 
 
(કવિ - રમેશ પારેખ)

Friday, June 18, 2010

એક તક... એક પળ...


રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું.
આંગણામાં પડેલું છાપું ઉઠાવી મેં પહેલા અને છેલ્લા પાના પરના અગત્યના સમાચાર પર નજર નાંખી.
છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઉઠ્યો.
એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો.
હા! કાલે રાતે સુતો હતો, ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઉંઘી ગયો હતો ને?‘
હું ઘડીયાળ તરફ નજર કરું છું. અરે! દસ વાગી ગયા છે?
મારી ચા ક્યાં છે? અરે! મારે ઓફીસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે?
મારો બોસ મારી ઉપર ખીજાશે. બધાં ક્યાં જતા રહ્યાં? મારા આ રુમની બહાર બધા કેમ ભેગા થયા લાગે છે?’
અરે ! આટલા બધા લોકો? ચોક્કસ કાંઈક ગરબડ લાગે છે. અરે! કોઈક રડી રહ્યા છે. બીજા ચુપચાપ ઉભા છે.

અરે! આ શું? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. અરે! બધા સાંભળો હું તો અહીં છું, એ શરીરમાં નથી. ક્યાં કોઈ મને સાંભળે છે! અલ્યાઓ! 'હું મુઓ નથી,
જુઓ આ રહ્યો.
મેં કરાંઝીને રાડ પાડી. પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ હોય તેમ ન લાગ્યું.
બધા નીશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યા હતા. હું ફરી મારા સુવાના ઓરડામાં ગયો.
મેં મારી જાતને પુછ્યું, ‘શું હું ખરેખર મરી ગયો છું? અરે! મારી પત્ની, મારું બાળક, મારાં મા બાપ, મારા મીત્રો બધાં ક્યાં છે?’
બાજુના ઓરડામાં ગયો, બધા ત્યા રડી રહ્યાં હતાં; એકમેકને આશ્વાસન આપી રહ્યાં હતાં.
મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી. તેને સૌથી વધારે દુખ થતું હોય તેમ જણાતું હતું.
મારા નાનકડા પુત્રને આ શું થઈ રહ્યું છે, તેની કાંઈ સમજણ પડતી હોય તેમ ન લાગ્યું.
પણ તેની મા રડી રહી હતી, એટલે તે પણ રડતો હોય તેમ લાગ્યું.
અરે, મારા એ વહાલસોયાને હું બહુ જ પ્રેમ કરું છું, એમ કહ્યા વીના હું શી રીતે વીદાય લઈ શકું?
મારી પત્નીએ મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કહ્યા વગર હું શી રીતે મરી શકું? એક વાર તો એને હું કહી દઉં કે હું તેને અત્યંત ચાહું છું.
માબાપને એક વાર તો કહી દઉં કે હું જે કાંઈ પણ હતો તે તેમના કારણે હતો.
મારા મીત્રો વીના મેં જીવનમાં ઘણી ભુલો કરી હોત; એમ એમને કહ્યા વીના,
હું કઈ રીતે વીદાય લઉં? એ લોકોને મારી ખરેખર જરુર હતી, ત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી;
એની દીલગીરી વ્યક્ત કર્યા વીના હું શી રીતે મરી શકું? જોને પેલા ખુણામાં કોઈક છાનાં આંસુ સારી રહ્યો છે.
અરે! એ તો એક જમાનામાં મારો જીગરી દોસ્ત હતો.
સાવ નાકકડા મતભેદ અને ગેરસમજુતીના કારણે અમે બે છુટા પડ્યા; અને અમારા અહમના કારણે કદી ભેળા જ ન થયા.
હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો.
મારે તેને મારી દીલગીરી સમજાવવી હતી. ફરી એના જીગરી બની જવું હતું. મારા દોસ્ત! મને માફ કરી દે.એમ કહેવું હતું.
અરેરે! એને મારો હાથ દેખાતો નથી? એ કેવો નીષ્ઠુર છે?
હું આટલી સરળતાથી મારું હૈયું ઠાલવી રહ્યો છું, તો પણ એ હજી કેટલો અભીમાની છે?
ખરેખર, મારે આવા લોકો માટે લાગણીવશ ન થવું જોઈએ.
પણ એક સેકન્ડ. કદાચ એને મારો હાથ નહીં દેખાતો હોય?
ભુલ્યો! મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ને? ઓ ભલા ભગવાન! હું તો ખરેખર મરી જ ગયો છું.
હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું.
અરે મારા ભલા ભગવાન! મને બસ થોડાક દીવસ જીવતો કરી નાંખ.
હું મારી પત્ની, મારાં માબાપ, મારા મીત્રો એ બધાંને એક વખત સમજાવી દઉં કે એ બધાં મને કેટલાં વહાલાં છે?‘
એટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી. એ કેટલી સુંદર દેખાય છે?
હું બરાડી ઉઠું છું, ’અલી એ! તું ખરેખર સુંદર છે! પણ એને ક્યાં મારા શબ્દો સંભળાય છે?
મેં કદી એને એવા શબ્દો પ્રેમથી કહ્યા હતા ખરા?‘
હું મોટી ચીસ પાડી દઉં છું, ”અરે ભગવાન! મહેરબાની કરીને મને થોડોક સમય જીવતો કરી દે!
હું રડી પડું છું.
મને એક જ છેલ્લી તક આપી દે મારા વહાલા! હું મારા વહાલસોયા બાળકને ભેટી લઉં. મારી માને છેવટનું એક સ્મીત આપી દઉં.
મારા બાપને મારા માટે ગૌરવ થાય એવા બે શબ્દ એમને કહી દઉં. મારા બધા મીત્રોને મેં જે કાંઈ નથી આપ્યું,
એ માટે એમની દીલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે એમનો આભાર માની લઉં.
મેં ઉંચે જોયું અને હું ચોધાર આંસુએ રડી પડ્યો. મેં ફરી એક પોક મુકી.
અરે પ્રભુ, મને છેલ્લી એક તક આપી દે, મારા વહાલા!
હું ખરેખર આક્રંદ કરી રહ્યો હતો...
---------------------------------------------------------------------------
ત્યાં જ મને એક હાથ સ્પર્શ્યો, મને હળવેથી હલાવ્યો અને વહાલથી કહ્યું,
"તમે ઉંઘમાં આમ કેમ રડી રહ્યા છો? તમને કંઈ થાય છે? તમને ખરાબ સપનું આવ્યું લાગે છે!
અરે, હું જીવું છું. મારી પત્ની મને સાંભળી શકે છે.
મારા જીવનની આ સૌથી સુખદ પળ હતી.......................
અને તમારી .................................................એ પળ ક્યાં....??


Thursday, June 17, 2010

જીવનનો સાર

જીવનનો સાર એક બે ઘટનાની વાત છે
મંઝિલની વાત છે કદી રસ્તાની વાત છે.
સામે હતી ખુશી ને તમે શોધતા રહ્યા
આંખો કરી છે બંધ કાં પરદાની વાત છે.
રજનીની બીજી કોઇ નિશાની નહીં મળે
ઝાકળની વાત છે શમણાંની વાત છે.
ઓળખ તો માનવીની બીજી કોઇ પણ નથી
આંખોમા જે સજાવ્યા છે સપનાની વાત છે.
મૃત્યુના રૂપમાં તો મળે છે નવું જીવન
કુંપળની વાતમાં કદી ખરવાની વાત છે.
દેખાય છે જે એજ હકીકત નથી હોતી
ઇશ્વર, ધરમ ને પ્રેમ શ્રધ્ધાની વાત છે.

Tuesday, June 15, 2010

ગમતા મુક્તક

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી  હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા

વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે,
માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે
માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો .
જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !

Monday, June 14, 2010

આપણે બેજ

ભલે ઝગડીએક્રોધ કરીએએકબીજા પર તૂટી પડીએ
એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે  બેજ હોઈશું.
જે કહેવું હોય  કહીલે, જે કરવું હોય  કરીલે,
એકબીજાના ચોકઠા શોધવા છેલ્લે તો,આપણે બેજ હોઈશું.
હું રીસાઈશ તો તું મનાવજેતું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવાછેલ્લે તો , આપણે બેજ હોઈશું.
આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તિ પણ પાંખી થશે,
     ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું.
ઘુટણ જયારે દુખશેકેડ પણ વળવાનું મુકશે,
    ત્યારે એકબીજાના પગનાં  નખ  કાપવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.
મારા રીપોર્ટસ તદ્દન નોર્મલ છે,આઈ એમ ઓલરાઈટ ,
  એમ કહીને એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.
સાથ જયારે છૂટી જશે,વિદાય ની ઘડી આવી જશે,
  ત્યારેએકબીજાને માફ કરવા,છેલ્લે તો આપણે બેજ હોઈશું..............

રત્ન કણિકા

રત્ન કણિકા
એટલાકડવાનાબનોજેથીલોકોથૂંકીનાખે,
એટલામીઠાનાબનોજેથીલોકોચાવીનાખે!
સ્મરણ કરવું આપના હાથની વાત છે અને જીવન મરણ પ્રભુના હાથની વાત છે!

લાકડાનો
અગ્નિલાકડાનેબળેછે ,
તેમદેહમાનોઅગ્નિદેહનેબાળેછે!

આજના સુરજને આવતી કાલનાં વાદળપાછળ છૂપાવવો તેનું નામ ચિંતા!

સ્વતંત્ર
થાઓ પણ સ્વછંદી ના થાઓ ,
કરકસર કરો પણ કંજુસાઈ ના કરો,
ઉદાર બનો પણ ઉડાઉ ના બનો,
નમ્ર બનો પણ નમાલા ના બનો!
કપડા ભલે જીર્ણ પહેરો પણ દિલ કદી ફાટેલું રાખતા નહિ!
સ્વ
માટે પ્રાથીએ તે તો માત્ર યાચના છે,
સૌ
માટે યાચીએ તે સાચી પ્રાર્થના છે!
તેથી જ તો
પ્રાર્થના આત્માનો ખોરાક છે! 
નમ્રતા
વિનાનો માણસ પાણી વગરની નદી જેવો છે!
જેની
આંખોમાં અમી તેને દુનિયા ગમી,
જેની
વાણીમાં અમી તેને દુનિયા નમી!
જીવનનો આધાર વાણી અને પાણી પર છે!

ઉપવાસ
તૂટે તો વાંધો નહિ ,
કોઈનું
દિલ ના તૂટવું જોઈએ!
માણસ
જન્મે ત્યારે ઝભલાને ખીંસુ નથી હોતું,
માણસ
મરે ત્યારે કફનને ખીંસુ નથી હોતું!
અનુભવ મેળવવા કરતા અનુભવ મેળવીને જીવવું સારું છે!
સાચી સુંદરતા હૃદયની આંખો દ્વારા જોઈ શકાય છે!
સાચી
સુંદરતા કોમળમાં છે અને કોમળતા અલંકારને વહી સકતી નથી!
ક્ષમા આપવી સારી બાબત છે પણ,
તેને
ભૂલી જવું તેનાથી વધુ સારી વાત છે!
શરમ કરતા ભાઈબંધી વધારે કીમતી છે,
તેને ટકાવવા શરમનો દુરોપયોગ ના કરવો જોઈએ!

જીવન
છે તો મુશ્કેલી છે અને મુશ્કેલી છે તોજ જીવનની કીમત છે!
જીવનના
મુખ્ય ચાર સુખ છે:
પહેલું
સુખ જાતે નર્યા,
બીજું
સુખ ઘેર સંતાન,
ત્રીજું
સુખ કોઠીએ જાર,
ચોથું
સુખ સુલક્ષણl નાર!
દુખના બે પ્રકાર છે:
એક કર્મ
અનુસારનું આવી પડતું દુખ અને
બીજું બીજાના સુખની સરખામણીથી થતું દુખ!
જાગતાની સાથે મરણનું સ્મરણ કરો
જીવનનું
મહત્વ સમજાશે!
મને એજ સમજાતું નથી કે શાને આવું થાય છે,
ફૂલડાં
ડૂબી જતાને પથરા તારી જાય છે!
છે
ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહયલું
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે!
ગરીબો શ્રીમંતોની નફરત કરતા હોય છે,
તેમ
છતાં તે શ્રીમંત બનવા પ્રયત્ન કરતા હોય છે!
તિલક કરતા ત્રેપન ગયા, જપમાલાના નાકા ગયા,
ચાલી
ચાલી થાક્યા ચર તોય ના પહોંચ્યા હરિના શરણ
                                              - અજ્ઞાત

Thursday, June 10, 2010

Tour to Jungles of Gujarat

This one is really memorable, Tour of Jungles of Guajarat in Dec 2009

Nirav & Dheeya
Posted by Picasa

Thursday, June 3, 2010

જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી વાતો

* ’કેમછો” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.
* શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલેતે વંચાય કે નવંચાય
.
* કોઇએ
લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.
* બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો
.
*આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો
.
* કોઇને
પણ આપણી વાત કહેતા પહેલાં બેવખત વિચાર કરો.
* મહેણું ક્યારેય ન મારો
.
* એક
વિદેશી ભાષા શીખી લેવી સારી.
* કોઇપણ
આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્યછે કે એની પાસે માત્ર એકજ આશા હોય.
* ક્રેડિટકાર્ડ સગવડ સાચવવા માટે, ઉધારી કરવા માટે નહીં
.
*
રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.
* નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવા નુંટાળો
.
* દરેક
રાજકારણીને શંકાની નજરે જુઓ.
* દરેક
વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં.
* ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો
.
* સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું
.
* જે
ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
* જેને
તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.
* તમને
ન પોષાય તોપણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
* કોઇપણ
કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો.
* ગોસિપ, નિંદા, જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો
.
* જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં
.
* પત્તા રમીને સમય વેડફો નહીં.
* રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં
.
*
લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.
* અફસોસ
કર્યા વિનાનું જીવન જીવો.
* ક્યારેક હારવાની પણ તૈયારી રાખો
.
*
મા-બાપ, પતિ-પત્ની કે સંતાનોની ટીકાકરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
* ફોનની
ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.
* શબ્દો
વાપરાતી વખતે કાળજી રાખો.
* બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો
.
* બીજાની
success નો યશ તમે લઇ લેશો નહીં.
*
દિવસની શરુઆત તમારા મગમતાં સંગીતથી કરો.
*
ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.
* તમારી
ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
*
મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાંજ હોઇ શકે છે.
* ગંભીર
બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
* શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો
.
* બચત
કરવાની શિસ્ત પાળો.
* સ્કૂલે જતાં અજાણ્યા છોકરાઓ સામે હાથ હલાવીને સ્મિત કરવું
.
* રેસ્ટોરાંમાં ખરાબ સર્વિસ મળે ત્યારે ટીપ આપવાની ભૂલ કરવી નહીં
.
*
જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા ન કરો.
* ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો
. યાદરાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.
* સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં
.