* ’કેમછો” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.
* શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલેતે વંચાય કે નવંચાય.
* કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.
* બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.
*આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.
* કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બેવખત વિચાર કરો.
* મહેણું ક્યારેય ન મારો.
* એક વિદેશી ભાષા શીખી લેવી સારી.
* કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્યછે કે એની પાસે માત્ર એકજ આશા હોય.
* ક્રેડિટકાર્ડ સગવડ સાચવવા માટે, ઉધારી કરવા માટે નહીં.
* રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.
* નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવા નુંટાળો.
* દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ.
* દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં.
* ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો.
* સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.
* જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
* જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.
* તમને ન પોષાય તોપણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
* કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો.
* ગોસિપ, નિંદા, જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.
* જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.
* પત્તા રમીને સમય વેડફો નહીં.
* રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.
* લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.
* અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
* ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.
* મા-બાપ, પતિ-પત્ની કે સંતાનોની ટીકાકરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
* ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.
* શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.
* બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.
* બીજાની success નો યશ તમે લઇ લેશો નહીં.
* દિવસની શરુઆત તમારા મનગમતાં સંગીતથી કરો.
* ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.
* તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
* મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાંજ હોઇ શકે છે.
* ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
* શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.
* બચત કરવાની શિસ્ત પાળો.
* સ્કૂલે જતાં અજાણ્યા છોકરાઓ સામે હાથ હલાવીને સ્મિત કરવું.
* રેસ્ટોરાંમાં ખરાબ સર્વિસ મળે ત્યારે ટીપ આપવાની ભૂલ કરવી નહીં.
* જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા ન કરો.
* ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો. યાદરાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.
* સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.
No comments:
Post a Comment